જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારા પગારમાંથી ઓછામાં ઓછા 12 ટકા યોગના હોય છે. 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે.
નોકરિયાત વર્ગ માટે ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આગામી 24 કલાકમાં મોટી જાહેરાત કરી શકે છે. EPFO સાથે જોડાયેલા સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, EPFO પેન્શનર્સ (EPFO Pensions)ને જલ્દીથી મોટી રાહત મળવાની છે. એડવાન્સ પેંશન રકમ લેનાર પેન્શનર્સને ફરીથી પેન્શનની પુરી રકમ મળી શકે છે. જો સરળ શબ્દોમાં જણાવીએ તો PFની સાથે કપાતા પેન્શન (EPS)ને હવે એડવાન્સમાં ઉપાડી શકાશે. અત્યાર સુધી આ સુવિદ્યા સરકારી કર્મચારીઓ માટે જ હતી. પરંતુ હવે પ્રાઈવેટ કર્મચારીઓને પણ આ સુવિદ્યા મળશે. આ નિર્ણયથી હાલના 6.5 લાખ લોકોને ફાયદો થશે. સૂત્રો પાસેથી મળેલી ખાસ માહિતી પ્રમાણે, શ્રમ મંત્રાલય, કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માં ફેરફાર સાથે જોડાયેલું એક નોટિફિકેશન આજે સાંજે અથવા તો આવતી કાલે જાહેર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, તમે જ્યાં નોકર કરો છો ત્યાં દર મહિને તમાકી સેલરીમાંથી PFના રૂપિયા કપાય છે, જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારી સેલરીમાંથી ઓછામાં ઓછા 12 ટકાનું યોગદાન હોય છે અને 12 ટકા કંપની તરફથી ઉમેરવામાં આવે છે. કંપની જે યોગદાન આપે છે, તેમાં 8.33 ટકા પેન્શન યોજના (EPS)માં જાય છે અને બાકી 3.67 ટકા EPFમાં નાંખવામાં આવે છે.
તેનાથી શું થશે?
જો કોઈ વ્યક્તિ રિટાયર્ડ થાય છે અથવા તો થનાર છે તો તેની પાસે એપ્શન હશે કે તે પોતાના પેન્શનની કુલ રકમમાંથી 40 ટકાને એડવાન્સમાં લઈ શકશે. પેન્શનર્સ આગામી 10 વર્ષ માટે એડવાન્સ પેન્શન લઈ શકશે એટલે કે માસિક પેન્શનના 40 ટકા 10 વર્ષ માટે એડવાન્સમાં ઉપાડી શકશે. જો સરળ શબ્દોમાં સમજીએ તો, 1000 રૂપિયાની પેન્શન પર 400 રૂપિયા 10 વર્ષ માટે જોડીને ઉપાડી શકો છો. મતલબ કે 48000 રૂપિયા 10 વર્ષ માટે એડવાન્સ પેન્શન તરીકે લઈ શકશો. ત્યાં સુધી માત્ર 600 રૂપિયા પેન્શન મળશે. 15 વર્ષ બાદ ફરીથી 1000 રૂપિયાનું પેન્શન મળવા લાગશે. EPFO 5 વર્ષમાં વ્યાજની રકમ ચૂકવશે. અત્યારે માત્ર સરકારી કર્મચારીને જ આ ફાયદો મળતો હતો.
પેન્શનનો રૂપિયા ક્યારે મળે છે? આવો સરળ ભાષામાં જણાવીએ…
1) PF ખાતાની રકમને કોઈ પણ કર્મચારી એક નક્કી સમય પછી ઉપાડી શકે છે. પરંતુ, પેન્શનની રકમ કાઢવા માટે નિયમ સખત છે, કારણ કે આ અલગ અલગ સ્થિતિમાં નક્કી થાય છે.
2) જો નોકરી 6 મહીનાથી વધારે અને 9 વર્ષ 6 મહીનાથી ઓછી છે, તો ફોર્મ 19 અને 10C જમા કરીને પીએફ રકમની સાથે પેન્શનની રકમ પણ કાઢી શકાય છે. પરંતુ, તેના માટે તમારે મેનુઅલ રીતે પીએફ ઓફિસમાં અરજી કરવાની રહેશે.
3) ઓનલાઈન પ્રોસેસમાં અત્યારે પેન્શન ફંડ ઉપાડવાની સુવિદ્યાને શરૂ કરવામાં આવી નથી. ફોર્મ ભર્યા પછી તેણે એમ્પ્લોયર એટલે કે EPFOના કાર્યાલયમાં જ જમા કરાવવાનું રહેશે.
4) જો તમે તમારું પ્રોવિડેન્ટ ફંડ (PF) એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરો છો, ત્યારે તમારી જેટલી પણ સર્વિસ હિસ્ટ્રી હોય, તમે પેન્શનની રકમને કોઈ પણ કોઈ હાલતમાં ઉપાડી શકશો નહીં.
5) મતલબ સ્પષ્ટ છે કે જો તમે અલગ અલગ જગ્યાએ નોકરી કરતા પણ તમારી સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષ થઈ જાય છે તો તમે પેન્શન માટે હકદાર બની જશો અને 58 વર્ષની ઉંમર થયા પછી તમને માસિક પેન્શનના રૂપમાં થોડું વેતન મળવા લાગશે.