Post: Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
Advt. No. 42/2023-24
(જાહેરાત ક્રમાંક 42/2023-24નાં નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવા બાબત) આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 42/2023-24, નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની તારીખ 28/08/2024 થી 31/08/2024 દરમ્યાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં થયેલ અતિ ભારે વરસાદ અને તેનાં કારણે ઉદ્દભવેલ પરિસ્થિતી તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી ને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. સદર મુખ્ય લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે.
0 Comments