IDBI Recruitment 2024 : આઈડીબીઆઈ બેંકે એક્ઝિક્યુટવ પોસ્ટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંકે કૂલ 1000 જેટલી જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
IDBI Recruitment 2024, IDBI બેંક ભરતી 2024 : બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. આઈડીબીઆઈ બેંકે એક્ઝિક્યુટવ પોસ્ટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંકે કૂલ 1000 જેટલી જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 16 નવેમ્બર 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ કરી શકે છે.
IDBI બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, કૂલ જગ્યાઓની સંખ્યા, અન્ય લાયકાત, પરીક્ષાની કામચલાઉ તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
IDBI બેંક ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | IDBI બેંક |
પોસ્ટ | એક્ઝિક્યુટિવ – સેલ્સ એન્ડ ઓપરેશન્સ |
જગ્યા | 1000 |
વય મર્યાદા | 20થી 25 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 નવેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ibpsonline.ibps.in/idbesooct24/ |
IDBI બેંક ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
યુઆર | 448 |
ST | 94 |
SC | 127 |
OBC | 231 |
EWS | 100 |
PwBD | 40 |
કુલ | 1000 |
શૈક્ષણિક લાયકાત
વય મર્યાદા
આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ ઑક્ટોબર 2,1999 કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ અને ઑક્ટોબર 1, 2004 (બંને તારીખો સહિત) કરતાં પાછળનો ન હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ (OT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV), પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)નો સમાવેશ થાય છે. ઓનલાઈન ટેસ્ટમાં લોજિકલ રિઝનિંગ, ડેટા એનાલિસિસ અને ઈન્ટરપ્રિટેશન, અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને જનરલ/ઈકોનોમી/બેંકિંગ અવેરનેસ/કોમ્પ્યુટર/આઈટીના પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો છે.
દરેક પ્રશ્ન માટે ઉમેદવાર ખોટો જવાબ આપે છે, તે પ્રશ્નને સોંપેલ ગુણમાંથી એક ચતુર્થાંશ અથવા 0.25 કાપવામાં આવશે.
અરજી ફી
અરજી ફી SC/ST/PwBD ઉમેદવારો માટે ₹250 છે (માત્ર ઈન્ટિમેશન ચાર્જિસ) અને અન્ય તમામ ઉમેદવારો માટે ₹1050 (અરજી ફી અને ઈન્ટિમેશન શુલ્ક).
પગાર ધોરણ
આ પોસ્ટ માટે પસંદ થયેલા ઉમેદવારોને પહેલા વર્ષે 29,000 પ્રતિ માસ ફિક્સ પગાર જ્યારે બીજા વર્ષે 31000 પ્રતિ માસ પગાર મળશે.
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ અરજી કરવા માટે પહેલા સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/idbesooct24/ પર જવું
- જ્યાં ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવીને અરજી કરવાની રહેશે
- અરજી કર્યા બાદ ફી પેમેન્ટ થાય બાદ પ્રીન્ટી કાઢી લેવી
નોટિફિકેશન
IDBI બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, કૂલ જગ્યાઓની સંખ્યા, અન્ય લાયકાત, પરીક્ષાની કામચલાઉ તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
IDBI-bank-Recruitment-notificationDownload
ઉમેદવારોને સૂચન છે કે આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું. ત્યારબાદ અરજી કરવી.
0 Comments