IPLમાં જાણો કોની કેટલી બોલી બોલાઈ રહી છે, IPLની હરાજીનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન સાબિત થયો છે. હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન બન્યો છે જેમાં મોરિસ અને યુવરાજનો રેકોર્ડ પણ તોડ્યો છે. કરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબા સમય બોલી બોલાઈ હતી જેમાં કરન પંજાબના ફાળે ગયો છે.
સેમ કરન 18.50 કરોડ રૂપિયામાં સામેલ
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજીમાં 18.50 કરોડ રૂપિયામાં કરનને સામેલ કર્યો છે. કરન ઈજાના કારણે લીગની છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો પરંતુ આ સિઝનમાં તે પુનરાગમન કરશે. કરન આ લીગમાં સૌથી વધુ મોંઘો ખેલાડી પણ બની ગયો છે.
IPL Auction
IPLમાં 32 મેચ રમી રહેલા સેમ કરને 23 ઇનિંગ્સમાં 22.47ની એવરેજથી 337 રન બનાવ્યા છે. કરનના નામે આઈપીએલમાં બે અર્ધસદી છે જ્યારે બોલિંગમાં તેણે 31 ઇનિંગ્સમાં 31.09ની એવરેજથી 32 વિકેટ ઝડપી છે. લીગમાં તેની પ્રથમ સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે કરને હેટ્રિક લીધી હતી.
આ પણ વાંચો – શું તમારું PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે, જાણો તેને ચેક કરવાની સરળ રીત
ઇંગ્લિશ ખેલાડીઓ પર પૈસાનો ભારે વરસાદ
અત્યાર સુધીની હરાજીમાં ઇંગ્લિશ ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે. કરન લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો ત્યારે હેરી બ્રુકે પ્રથમ સિઝનમાં જ ધૂમ મચાવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર બ્રુકને હરાજીમાં ઘણી ટીમો વચ્ચે બિડિંગ થયું અને પછી તે સનરાઇઝર્સ હૈદરાબાદમાં પહોંચ્યો છે. બ્રુકને રૂ. 13.25 કરોડમાં સાઈન કર્યો છે.\
17.50 કરોડમાં ખરીદાયો આ ખેલાડી
બેન સ્ટોક્સ પર લાગી રહી છે બોલી, કિંમત 7 કરોડને પાર કરી ગઈ છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ પર દાવ લગાવવામાં આવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કેમેરોન ગ્રીન પર મુંબઈએ મોટો દાવ લગાવ્યો છે 17.50 કરોડમાં ખરીદાયો હોવાનું સામે આવી રહ્યું છે.
Source : VTV Gujarati News
0 Comments