PAN Card ખોવાઇ કે ચોરાઇ જાય તો ચિંતા છોડો, આ રીતે ઘરેબેઠા મળી જશે નવું

પાછલા કેટલાક દિવસોથી આઇટીઆર રિટર્ન ડેટ એક્સટેન્ડ (ITR Return Date Extend) થવાની ચારેકોર ચર્ચા થઇ રહી છે. ત્યાં રિટર્ન ફાઇલ (ITR Return Filing) કરવા માટે તમારી પાસે PAN Card હોવું જરૂરી છે. જો તમારુ PAN Card મળતું ન હોય એટલે કે ખોવાઇ ગયું હોય કે પછી ચોરાઇ ગયું હોય. તો તમારે જલ્દી જ નવુ PAN Card બનાવડાવાની જરૂર છે. તેના માટે તમે ઘરે બેઠા પણ અરજી કરી શકો છો. એક નાનકડી ઓનલાઇન પ્રોસેસથી તમારુ PAN Card ઘરે આવી જશે. ચાલો તમને જણાવીએ કેવી રીતે….



આ રીતે ફટાફટ બની જશે ડુપ્લીકેટ PAN Card

ડુપ્લીકેટ PAN Card માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. તે કોઇપણ વ્યક્તિ, સમુદાય, ટ્રસ્ટ, લિમિટેડ લાઇબિલિટી પાર્ટનરશિપ અથવા અવિભાજિત હિન્દુ પરિવાર ડુપ્લીકેટ PAN Card માટે અરજી કરી શકે છે. હવે તેના માટે તમારે https://www.tin-nsdl.com/  પર વિઝિટ કરવાની છે. તેની પહેલા તમારે PAN Card ખોવાઇ જવાની કે ચોરી થવાની સ્થિતિમાં પોલીસમાં રિપોર્ટ નોંધાવો પડશે. તે પછી તમારે જૂના PAN Card નંબર સાથે એફઆઇઆરની કૉપી લગાવી પડશે. તે બાદ તમે PAN Card માટે અરજી કરી શકો છો.

શું તમારું PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે, જાણો તેને ચેક કરવાની સરળ રીત

નહીં બદલાય તમારો PAN Card નંબર

સૌથી ખાસ વાત તો એ છે કે તમને PAN Cardનો નંબર એક જ વાર મળે છે. તે બાદ જો તમે ડુપ્લીકેટ માટે અપ્લાય કરો તો તમારો નંબર નહી બદલાય. PAN Cardખોવાઇ જવાની સ્થિતિમાં તમે તેને જ્યારે ઇચ્છો ત્યારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે કરો ડાઉનલોડ

ઈ-વેરિફિકેશન
  • સૌ પ્રથમ https://onlineservices.nsdl.com પર વીઝીટ કરો.
  •  તમારુ નામ, ફોન નંબર અને ઇ-મેલ આઇડી નાંખો.
  • તમારુ એપ્લીકેશન ફોર્મ સબમીટ કરો.
  • ઇ-મેલ પર તમને પીડીએફ ફોર્મેટમાં તમારુ E- PAN Card મોકલવામાં આવશે.
  • તે બાદ તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.
  • Download કરવા: અહી ક્લિક કરો
MARU RESULTS APK
Download Now



New Date Indian Army Bharti Melo Devbhumi Dwarka 2020-21JOIN US ON WHATSAPPJoinHere