Mulching Farming: મલ્ચિંગ એટલે શું ? જાણો આ પદ્ધતિથી ખેતી કરવાથી શું થાય છે લાભ
મલ્ચિંગ એટલે કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ.
મલ્ચિંગ એટલે કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ. જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.
મલ્ચિંગ એટલે કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ.
જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.
મલ્ચિંગ પદ્ધતિને પરિણામે અન્ય રીતેની સરખામણીમાં વધુ ઉત્પાદન મળી રહે છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં આ મલ્ચિંગ પદ્ધતિ જુના ઢબની પદ્ધતિને નવારૂપમાં અપનાવીને અનેક લાભો મેળવી શકાય તેમ છે. વહેલુ અને વધુ ઉત્પાદન, જીવાતોથી મૂક્તિ જેવા અનેક ફાયદાઓની સાથે અપનાવતી આ મલ્ચિંગ પદ્ધતિ મોંઘવારીના યુગમાં ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. વેલાવાળા શાકભાજી કે મરચા, રગિણ જેવા પાકોમાં સફળ રહેલી આ મલ્ચિંગ પદ્ધતિ ઘીરેધીરે ખેડૂત આલમમાં સફળતાનો પગપેસારો કરી રહ્યાં છે.
મલ્ચિંગ પદ્ધતિના લાભ
શાકભાજીના પાકોમાં નિંદામણથી મુક્તિ, નિંદામણ ખર્ચનો બચાવ પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન, રોપાણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો, મજુરી ખર્ચમાં ફાયદો, બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપણી બાદ શરૂઆતના તબક્કામાં જીવતો કે રોગ લાગવાની શક્યતા નહીંવત રહે છે.
આટલું ધ્યાનમાં રાખોઃ મલ્ચિંગ પદ્ધતિમાં સારી ગુણવત્તા ધરાવતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જેથી નિંદામણ કચરો પ્લાસ્ટિકને નહીં ભેદી શકે, પ્લાસ્ટિકમાં છિદ્રો પાડતી બાબતે ધ્યાન આપવું કે પ્લાસ્ટિક વધારે નહીં ફાટી જાય અને પાળીમાં પ્લાસ્ટિક મુક્યા બાદ બધી બાજુએથી ખુલ્લા પ્લાસ્ટિકને માટીથી બંધ કરી દેવું.
અરજી કરવાની છેલ્લી તારીખ: 15/01/2023
ઓનલાઈન અરજી કરવા: અહી ક્લિક કરો
0 Comments